Friday, December 23, 2016

Let us safeguard our self-respect

પોસ્ટલ મશીનરી માં લઘુત્તમ  સંશાધનો , ઇવન ફેકનોટ  ડિટેક્ટિંગ  મશીન પણ નહિ,ખુબ ઓછો સ્ટાફ, મલ્ટીપલ અનવોઇડેબલ કામગીરી, કોઈ કરતા કોઈ જ વળતર નહિ, ચાપલુંશીયા  ઓ ની ખોખલી આદર્શવાદી વાતો ની વચ્ચે, કંઈપણ  બોલશું તો બદલી માં આંટી દેવાશે એવો ભય અને સ્વયં સારાપણા નો પરિચય આપવા આપણા તમામ પોસ્ટલ કર્મચારી ઓ એ બેનમૂન કામગીરી બજાવી , અપેક્ષા વગર..મૂંગે મોં એ. અવિરત.
અને હવે,
શ્વાસ પણ લેવા દેવા નો સમય દેતા નથી 'ઊપરવાળાઓ ' . કામ કોને નથી કરવું? પણ, ટાર્ગેટ નું એવું તો xxx સવાર થઇ ગયું છે. અનેકવાર ડાયરેક્ટરેટ ના પણ ખાતા ઓ નું spliting ન કરવા આદેશો છત્તા એજ કરવા માં આવે છે, બિચારા જીડીએસ ફરી પોતાના પૈસે ખાતા ખોલાવે છે, એટીએમ કાર્ડ આજ ને આજ આટલા આપીજ  દો , આજ ને આજ એટલા એકાઉન્ટ તો ખોલવાજ પડશે બાકી આમ કરીશુ, તેમ કરીશુ , સસ્પેન્ડ કરીશુ, બદલી કરીશુ જેવી અનેક ધમકીઓ આપવા માં આવે છે. છત્તા અમુક લોકો ને ચાપલૂશી કરવી હોય- વ્હાલાજ રહેવું હોય તેઓ હજુ આદર્શવાદી વાતો કરે છે પણ આવા શોષણ સામે અવાઝ ઉઠાવવા તૈયાર નથી અથવા ઉપરોક્ત અન્યાય ની નોંધ જ લેવી નથી એવા વલણ ને કારણે શોષક ને બળ મળે છે. કર્મચારી ઓ એ ડિમોનેટાઇસશન માં અવિરત કામગીરી કરી એનું વળતર આ છે? "નિકમ્મો કી ટોળી" કહી અપમાનિત કરવામાં આવે છે. ખુબ જ દર્દ થાય છે આવા એપ્રોચ થી. 

મૌખિક હુકમો અનુસાર નિયમવીરુદ્ધ કામ   કરવા  જ  પડે  છે .   બોલ્યો તે મર્યો !
મિત્રો, એકતા અને અડગ આત્મસન્માન 
નું પ્રદર્શન અત્યંત આવશ્યક બની ગયેલ છે. એકતા એટલે દરેક કેડર ની એકતા.

આ પીડા માત્ર કોઈ એક કેડર ની નથી. સહુ એક સરખી વેદના માં છે પણ ક્લાર્કો જ બોલે, એથી ઉપરના તો ગમે એટલું સહેવું પડે, ચેઇર ની વફાદારી મુકાય જ નહિ એવી માન્યતા અને પરંપરા થી ગ્રસિત છે.

હજુ પણ ૨૦૦ વાળા ૧૦૦૦ ટીડી ખાતા જ  ખોલ્યા કરવા છે? 

ચાલો ને સૌ સાથે મળી, ન્યાય-સ્વમાન-સૌજન્યતા  નું રક્ષણ કરીએ. 
rashminpurohit@rediffmail.com