[3/8, 1:29 PM] rashmin purohit: મિત્રો, પોસ્ટલ પરિવાર ના સાથીઓ,
તમામ યુનિયન ના દરેક કક્ષાએ પદભાર સાંભળી રહેલ નેતાગણ, સામાન્ય સંજોગો માં યુનિયનો પાસે દરેક કામ માં સજેશન્સ આપનાર તથા સારા કામ ની અપેક્ષા રાખનાર જાગૃત કર્મચારી મિત્રો,
નમસ્કાર. આપણે દરેક ડીવીજન-સર્કલ માં વોટ્સએપ ગ્રુપો અને અન્ય માધ્યમો થી વિચારો-સમાચારો વહન કરી શકીએ છીએ. પણ શું આપણા પોતાના કોમન પ્રશ્નો માટે સરકાર સમક્ષ એકતાપૂર્વક સંઘર્ષ કરવા આપણા યુનિયનો ના વડા મથકો તરફથી હડતાલ નું એલાન કરવામાં આવે ત્યારે પણ આપણે એ તરફ ગૂંગા-બહેરા બની જઈએ- કોઈ કોગ્નિઝન્સ જ ન લઈએ અને સર્કલ યુનિયનો તરફ થી હડતાલ બાબત કોઈ પોસ્ટ કરવામાં આવે તો તે પણ વાંચી ને સ્કિપ કરી દઈએ ..નેતાઓ પણ મૌન થઇ જાય..તો આપણા માટે શું કોઈ અન્ય લડશે? આપ સૌ ને આત્મનિરીક્ષણ કરી, તા.૧૬-૩-૧૭ ની એકદિવસીય હડતાલ સમગ્ર ગુજરાત માં ૧૦૦% સફળ બનાવવા સક્રિય થવા તેમજ વોટ્સએપ ગ્રુપો- ફેસબુક વગેરે માધ્યમ થી હડતાલ માટે પ્રચાર-પ્રસાર કરવા અનુરોધ કરું છું. ફોટા-જોક્સ-ઉખાણાં માટે સમય છેજ. પરંતુ આ માટે સમય ફાળવવા અનુરોધ કરી પ્રાર્થના કરું છું કે ૧૬ માર્ચ ની હડતાલ માં ગુજરાત નું નામ અગ્રેસર રાખવા આપ સૌ હવે આગળ આવશો. એનયૂપીઈ એ પણ આદેશ આપેલ છેજ. એડમીન ના સાથીઓ તથા નેશનલ યુનિયન ના સાથીઓ પણ આગળ આવો . ઉપલા લેવલ ના જે પણ સ્ટ્રેટેજી હોય, ગુજરાત માં કર્મચારી
એકતા દર્શાવવા નો આ સુવર્ણ અવસર
ચૂકશો નહિ.
અગાવ ના હડતાલ ની વાત માં છેક સુધી સાથે રહી લાસ્ટ મોમેન્ટ ગલ્લાંતલ્લાં કરવા ના ઇતિહાસ ને બદલો. ક્યાં સુધી ખિસ્સા ના પૈસે એકાઉન્ટો ખોલી, ગોલ્ડબોન્ડ ના ટાર્ગેટ પણ આપણા પૈસે એચિવ કરી , પબ્લિક ના સાચા કામોમાં અગવડ ઉભી કરી ૨૦૦-૨૦૦ રૂપિયા ના એકાઉન્ટ ખોલતા રહીશું અને અવાજ પણ નહિ ઉઠાવીએ! એનપીઓ ના નામે અમદાવાદ માં ગેરવ્યવહારુ શોષણ ચાલુ થયું છે. એજન્ટો ના કામ માટે સવારે ૨ કલાક વહેલા આવવા ઓર્ડર્સ થયા છે. કેડર રિસ્ટ્રક્ચરિંગ ને લગતા પ્રશ્નો ..આ બધા પર આપણે સક્રિય રજુઆત કરીએ છીએ પરંતુ દરેક યુનિયન ના નેતાઓ સક્રિય થાય-સાથ આપે તો જ સફળ થઇ શકાય અન્યથા આપણા સભ્યો એજ સહન કરવાનું આવે.
૧૬ માર્ચ ની એક દિવસીય હડતાલ આપણા ખુબજ મહત્વ ના પ્રશ્નો માટે છે. એન.જે.સી.એ. ના નેતાઓ ને તા.૩૦-૬-૧૬ ના રોજ આપેલ વચન મુજબ મિનિમમ પે અને ફિટમેન્ટ ફોર્મ્યુલા રીવાઇઝ કરવા ના આવેલ નથી. ગ્રુપ ઓફ મિનિસ્ટરે આપેલ વચન અને છ મહિના ની સમયમર્યાદા ક્યારનીય પુરી થઇ ગઈ છે, એલાવન્સ બાબત અન્યાય દૂર કર્યો નથી. પાંચ પ્રમોશન નો મુદ્દો ભૂલવી દેવા કોશિશ થાય છે. જીડીએસ ને સિવિલ સર્વન્ટ તરીકે અન્ય કર્મચારી જેવાજ તમામ લાભો તથા ૭માં પગારપંચ ની ભલામણો તેમને પણ લાગુ કરવા આપણી માંગ પર કાર્યવાહી કરી નથી. અન્ય માંગણીઓ માં ન્યુ પેંશન સ્કીમ સ્ક્રેપ કરી રેગ્યુલર પેંશન આપવું , ૫% ઇન્ક્રીમેન્ટ આપવું , પ્રમોશન વખતે ૨ ઇન્ક્રીમેન્ટ આપવા, દર પાંચ વર્ષે પે રીવીઝન, પ્રમોશન (એમ.એ.સી.પી) માં "વેરીગુડ" બેન્ચમાર્ક ની જોગવાઈ દૂર કરવી ,કેશલેસ મેડીકલ ફેસીલીટી આપવી જેવી મૂખ્ય માગણીઓ માટે આપણે આ હડતાળ પાડી રહ્યાં છીએ
દરેકે દરેક સાથીઓ , અગ્રણીઓ , આગળ આવો અને આ હડતાલ સો ટકા સફળ બનાવો ..
-રશ્મિન પુરોહિત
સર્કલ સેક્રેટરી પી 3 ગુજરાત