ગુજરાત ના બહાદુર સાથીઓ,
નમસ્કાર. આપ કોઈ પણ યુનિયન ના સભ્ય હો, પણ સહકર્મચારી જ છો. આપણે બધાજ એક જ વહાણ ના મુસાફર છીએ. આપણી મંઝિલ/લક્ષ્ય એક જ છે..સૌથી મોટા (સંખ્યા મુજબ અને જુના મૂળભૂત સંગઠન તરીકે )યુનિયન તરીકે આપ નાનાભાઈ સમાન છો. દરેક પ્રત્યે અમારો સ્નેહ, આદર - સન્માન રહ્યો છે/રહેશે..
આપસૌ જાણોજ છો કે તા.૧૬-૩-૧૭ એકદિવસીય હડતાલ નું એલાન કોન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્નમેન્ટ એમ્પ્લોયીઝ એન્ડ વર્કર્સ તરફથી કરવામાં આવેલછે. મિત્રો, આપણે દરેક ડીવીજન-સર્કલ માં વોટ્સએપ ગ્રુપો અને અન્ય માધ્યમો થી વિચારો-સમાચારો વહન કરી શકીએ છીએ. પણ શું આપણા પોતાના કોમન પ્રશ્નો માટે સરકાર સમક્ષ એકતાપૂર્વક સંઘર્ષ કરવા આપણા યુનિયનો ના વડા મથકો તરફથી હડતાલ નું એલાન કરવામાં આવે ત્યારે પણ આપણે એ તરફ ગૂંગા-બહેરા બની જઈએ- કોઈ કોગ્નિઝન્સ જ ન લઈએ અને સર્કલ યુનિયનો તરફ થી હડતાલ બાબત કોઈ પોસ્ટ કરવામાં આવે તો તે પણ વાંચી ને સ્કિપ કરી દઈએ ..નેતાઓ પણ મૌન થઇ જાય..તો આપણા માટે શું કોઈ અન્ય લડશે? આપ સૌ ને આત્મનિરીક્ષણ કરી, તા.૧૬-૩-૧૭ ની એકદિવસીય હડતાલ સમગ્ર ગુજરાત માં ૧૦૦% સફળ બનાવવા સક્રિય થવા તેમજ વોટ્સએપ ગ્રુપો- ફેસબુક વગેરે માધ્યમ થી હડતાલ માટે પ્રચાર-પ્રસાર કરવા અનુરોધ કરી પ્રાર્થના કરું છું કે ૧૬ માર્ચ ની હડતાલ માં ગુજરાત નું નામ અગ્રેસર રાખવા આપ સૌ હવે આગળ આવશો. ઉપલા લેવલ ના જે પણ સ્ટ્રેટેજી હોય, ગુજરાત માં કર્મચારી
એકતા દર્શાવવા નો આ સુવર્ણ અવસર
ચૂકશો નહિ.
હડતાલ પરત્વે ઉદાસીનતા ના ઇતિહાસ ને બદલો. માત્ર ફી ઉઘરાવવા અથવા કોઈપણ ના વ્યક્તિગત હિતો સાધવા માટે કોઈપણ યુનિયન હોતા નથી. આપણા પ્રશ્નો-સમસ્યાઓ એકસરખા છે. તો આપણે એવું શામાટે કરીએ કે અમુક સાથીઓ લડે અને બીજાઓ નોકરી કરે, તાલ જોયા કરે? ક્યાં સુધી ખિસ્સા ના પૈસે એકાઉન્ટો ખોલી, ગોલ્ડબોન્ડ ના ટાર્ગેટ પણ આપણા પૈસે એચિવ કરી , પબ્લિક ના સાચા કામોમાં અગવડ ઉભી કરી ૨૦૦-૨૦૦ રૂપિયા ના એકાઉન્ટ ખોલતા રહીશું અને અવાજ પણ નહિ ઉઠાવીએ! એનપીઓ ના નામે અમદાવાદ માં ગેરવ્યવહારુ શોષણ ચાલુ થયું છે. એજન્ટો ના કામ માટે સવારે ૨ કલાક વહેલા આવવા ઓર્ડર્સ થયા છે. કેડર રિસ્ટ્રક્ચરિંગ ને લગતા પ્રશ્નો ..મકરસંક્રાંતિ ની રજા જીદ કરી જાહેર કરાવી, હવે બેસતા વર્ષ ની રજા માટે અભિયાન ઉપાડ્યું છે. બધા જ જરૂરી મુદ્દા પર અમો સક્રિય રજુઆત કરીએ જ છીએ આપના માં થી ઘણા જાણતા ન પણ હોય પરંતુ ખરેખર અમો ગુજરાત ના તમામ ડિવિઝનો માં યુનિયન ની મજબૂત બ્રાન્ચ ધરાવીએ છીએ, દરેક મહત્વના પદ પર યુવાન સાથીઓ ને જવાબદારી સોંપવામાં આવેલછે. નીડરતાપૂર્વક-૧૦૦% સમર્પિત રીતે ગુજરાતના પોસ્ટલ કર્મચારીઓ ના દરેક પ્રશ્ને ખુબજ ચોક્સાઇપૂર્વક અવિરત સંઘર્ષ કરી રહ્યા છીએ, પરંતુ મિત્રો, અમો ખરેખર એકલા પડી જઈએ છીએ. દરેક યુનિયન ના નેતાઓ સક્રિય થાય-સાથ આપે તો જ સફળ થઇ શકાય અન્યથા આપણા સભ્યો એજ સહન કરવાનું આવે.
૧૬ માર્ચ ની એક દિવસીય હડતાલ આપણા ખુબજ મહત્વ ના પ્રશ્નો માટે છે. એન.જે.સી.એ. ના નેતાઓ ને તા.૩૦-૬-૧૬ ના રોજ આપેલ વચન મુજબ મિનિમમ પે અને ફિટમેન્ટ ફોર્મ્યુલા રીવાઇઝ કરવા ના આવેલ નથી. ગ્રુપ ઓફ મિનિસ્ટરે આપેલ વચન અને છ મહિના ની સમયમર્યાદા ક્યારનીય પુરી થઇ ગઈ છે, એલાવન્સ બાબત અન્યાય દૂર કર્યો નથી. પાંચ પ્રમોશન નો મુદ્દો ભૂલવી દેવા કોશિશ થાય છે. જીડીએસ ને સિવિલ સર્વન્ટ તરીકે અન્ય કર્મચારી જેવાજ તમામ લાભો તથા ૭માં પગારપંચ ની ભલામણો તેમને પણ લાગુ કરવા આપણી માંગ પર કાર્યવાહી કરી નથી. અન્ય માંગણીઓ માં ન્યુ પેંશન સ્કીમ સ્ક્રેપ કરી રેગ્યુલર પેંશન આપવું , ૫% ઇન્ક્રીમેન્ટ આપવું , પ્રમોશન વખતે ૨ ઇન્ક્રીમેન્ટ આપવા, દર પાંચ વર્ષે પે રીવીઝન, પ્રમોશન (એમ.એ.સી.પી) માં "વેરીગુડ" બેન્ચમાર્ક ની જોગવાઈ દૂર કરવી ,કેશલેસ મેડીકલ ફેસીલીટી આપવી જેવી મૂખ્ય માગણીઓ માટે આપણે આ હડતાળ પાડી રહ્યાં છીએ.
અમુક યુનિયન (ઉદાહરણ તરીકે ભારતીય યુનિયન) ના કેટલાક સભ્યો આ હડતાલ માં જોડાવા તૈયાર છે, થનગની રહ્યા છે પરંતુ તેમનું યુનિયન (નેતા?) આવા ખરા સમયે આપણા સંઘર્ષ થી વિમુખ રહેવા માંગેછે. આપણે શું કોઈ એક વર્ગ માટે કે વ્યક્તિગત લાભ માટે લડી રહ્યા છીએ? શું આપણે હડતાલ પાડીએ ત્યારે નોકરી પર રહેવાનું તેમને શોભશે? ગમશે? મિત્રો, આવા બંધનો માંથી બહાર આવી જાવ, ઉખાડી દો કોચલા, તોડી નાખો બંધન ની બેડી ઓ, સભ્યપદ ભલે જેતે યુનિયન માંજ ચાલુ રહે, આ સંઘર્ષ માં સહકર્મચારી તરીકે સાથ નિભાવો. કોમન પ્રશ્નો પર એકતા દર્શાવવા નો આ એક અનેરો અવસર છે. એમાં સફળ થઈશું તો ગુજરાત માં તાજેતરમાં શરુ થયેલા દરેક અન્યાય અને શોષણ-તઘલખી નિર્ણયો-હુકમો-દબાણ સામે પણ મજબૂત એકતાપૂર્વક ચોક્કસ લડીશું અને સફળ થઈશું.
કોઈપણ યુનિયન માં હો, "ગુજરાત એક" ના નારા સાથે દરેકે દરેક સાથીઓ , અગ્રણીઓ , આગળ આવો અને આ હડતાલ સો ટકા સફળ બનાવો ..
-રશ્મિન પુરોહિત
સર્કલ સેક્રેટરી પી 3 ગુજરાત
No comments:
Post a Comment